$16.38
Genre
Autobiography
Print Length
416 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2023
પ્રકૃતિનું સર્જન પરમાત્માએ કર્યું છે. આ પ્રકૃતિને લીધે આપણને સુંદર અને પૂર્ણજીવન મળે છે. મને સુખી પરિવાર, બહોળું મિત્રમંડળ, સુખ-સમૃદ્ધિ, સન્માન અને પ્રેમ મળ્યાં છે.આ બધાના મૂળ કારણરૂપ મારી પ્રકૃતિ કે મારો સ્વભાવ છે, પણ તેને માટે મારે ગર્વ લેવા જેવું કાંઈ નથી, કારણ કે, એ પ્રકૃતિગત સ્વભાવ મેં નહીં, પણ ભગવાને જ ઘડ્યોછે. પરમાત્માએ મારા સ્વભાવમાં સર્વ-સ્વીકારની ભાવના મૂકેલી છે. ‘ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે’વાળી સ્વીકારવૃત્તિ ઉપર જીવન મંડાયું છે. મને જે જ્યારે જ્યાં મળ્યું તેનોસંતોષ માન્યો છે. જે પરિસ્થિતિ નિર્માણ પામી તેની સાથે હું અનુકૂળ થયો છું અને તેથી જ તો મારી જીવનયાત્રામાં સુખી રહી શક્યો છું.
* * *
સમાપનના ઉંબરે ઊભાં ઊભાં વીતેલા જીવન તરફ દૃષ્ટિપાત કરતાં સંતોષ થાય છે. મેં તો તકો ઝડપી અને અવરોધોને અવસરમાં બદલ્યા. સારી વસ્તુઓ, ઘટનાઓ બનતીગઈ. ઘણી બાબતો મારાં આયોજન અને અવધારણા મુજબ આકાર લેતી ગઈ, ક્યારેક સ્વભાવિક રીતે તો ક્યારેક ભાગ્યવશ. હું જો જુદો હોત, તો મારું ભાગ્ય પણ જુદુંહોત, પણ જાણે કે એ મારે માટે જ નિર્માયેલું હતું. મારા વિશે, મારા જીવન વિશે કોઈ નિર્ણય આપતો નથી. પણ હું એટલું ચોકસાઈપૂર્વક કહી શકું છું કે, ‘હું જીવન જીવતોહતો એમ નહીં, પણ જીવન મારા દ્વારા જિવાતું જતું હતું…’ જગતનિયંતા તો સ્પષ્ટ જ છે. તેની યોજનાઓ સુરેખ જ છે, આપણાં જ મન મૂંઝવણ અને ગૂંચવણમાં રહેતાં હોયછે. જે કંઈ થોડી-ઘણી, નાની-મોટી જવાબદારીઓ, કર્તવ્યો મારે ભાગે આવ્યા તેને હું નિભાવતો ગયો. પ્રભુએ એમાં મારો હાથ અને સાથ ક્યારેય છોડ્યો નથી… આમ જુઓતો આપણે કંઈ જ નથી, પરંતુ આપણે ધારીએ તો કંઈપણ કરી શકીએ છીએ. મેં તો SRKની દીવાલ ઉપર આ મંત્ર કોતરાવી રાખ્યો છે – ‘I am nothing, but I can do anything’. હું કંઈ જ નથી, તેમ છતાં કંઈપણ કરી શકું છું. અહંકારરહિત જીવન જીવવું અને ભરપૂર આત્મવિશ્વાસથી કાર્ય કરવું – આ મારો જીવનમંત્ર છે.
ગોવિંદ લાલજીભાઈ ધોળકિયા. મૂળ સૌરાષ્ટ્રના દુધાળા ગામના. નસીબ અજમાવવા તેમણે સુરત આવેલા અને અહીં વસી ગયા. સુરતે તેમને ખોબલે ખોબલે પ્રતિષ્ઠા આપી. સત્સંગ અને સંતપ્રેમી ‘રાજર્ષિ’ ગોવિંદભાઈ ધોળકિયા એવા વ્યક્તિ છે કે જેમણે અનેક લોકોની સુખાકારી માટે કાર્ય કરીને વિકાસ કર્યો છે. તેમણે ડાયમંડને ભગવાન માન્યા છે અને અવિરત તેની સાધના કરી છે. આત્મકથાના માધ્યમ દ્વારા, વૈશ્વિક હીરાઉદ્યોગમાં અગ્રણી ઉદ્યોગપતિ, ગોવિંદભાઈ પોતાની નમ્રતા અને મૂલ્યોની માવજત થકી વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ બનાવવા માટે ઊભા થયા છે. સખત મહેનત, પરિશ્રમ અને ખંત સાથે તેમણે તેમનો વ્યવસાય ઉચ્ચ શિખર પર પહોંચાડ્યો છે. ગોવિંદભાઈ એ ગુજરાતનું બહુ મોટું ઘરેણું કહેવાય છે, તેમ છતાં મોટાઈનો ભાર ઉપાડયા વિના હળવાફૂલ થઈને સામાન્ય સાથીદારો સાથે રમે-જમે, આનંદ કરે અને કરાવે છે. જિદંગીના પડકારોને તેમણે હંમેશાં પૉઝિટિવ લીધા છે. ‘પ્રૉબ્લેમ ઇઝ પ્રોગ્રેસ’ એ તો તેમનો જીવનમંત્ર છે. ‘શ્રી રામકૃષ્ણ એક્ષ્પૉર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની’ના પ્રવેશદ્વાર ઉપર જ તેમણે આ શબ્દો કોતરાવ્યા છે, જેના પાયામાં ભગવાનની અપાર કૃપા છે.
0
out of 5