હુ મુવ્ડ માઇ ચીઝ (Who Moved My Cheese?)

By સ્પેન્સર જોહન્સન (Spencer Johnson Md)

હુ મુવ્ડ માઇ ચીઝ (Who Moved My Cheese?)

By સ્પેન્સર જોહન્સન (Spencer Johnson Md)

$36.99

$38.84 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Inspirational

Print Length

96 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2021

ISBN

9789351228462

Description

હૂ મૂવ્ડ માય ચીઝ?ની વાર્તા એટલી બધી લોકપ્રિયતા મેળવી રહી છે કે એક કરોડ નકલોના વેચાણ સાથે તે આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર બની ગઈ છે.

“જર્મનીથી લઈને ભારત સુધી બધા જ લોકો જાણવા માગે છે કે શું છે હૂ મૂવ્ડ માય ચીઝ?”
– 
ધ ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર

જો સફળતાની કોઈ ચોક્કસ ફૉર્મ્યુલા હોત અને જો બધાંને એકસરખા સંજોગોનો સામનો કરવો પડતો હોત તો બધું સરળ થઈ જાત. પરંતુ પરિવર્તન સંસારનો નિયમ છે.

“આ પુસ્તક હું મારા મિત્રો અને સાથી કર્મચારીઓને આપવાનો છું, કારણ કે સ્પેન્સર જૉહ્નસનની અસાધારણ દૃષ્ટિ અને વાર્તા કહેવાની કળાને પરિણામે આ પુસ્તકઅદ્વિતીય બની ગયું છે. બદલાતા આ સમયમાં જે કોઈ વ્યક્તિ સફળ થવા ઇચ્છે તે દરેક આ પુસ્તક વાંચી શકે છે અને સરળતાથી તેને સમજી શકે તેમ છે.”
– 
રેન્ડી હેરિસ
મેરિલ લીન્ચ ઇન્ટરનેશનલના ભૂતપૂર્વ વાઇસ ચૅરમૅન

સ્પેન્સર જૉહ્નસન, એમ.ડી. વિશ્વમાં આદરણીય વિચાર અને લોકપ્રિય લેખક તરીકે જાણીતા છે. તેમનાં આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલિંગ પુસ્તકોમાં પરિવર્તનના નિયમ અંગેનુંસૌથી વધુ વંચાતું પુસ્તક ‘હૂ મૂવ્ડ માય ચીઝ ?’ છે. ઉપરાંત બે દાયકા કરતાં વધુ સમયથી વિશ્વની સૌથી લોકપ્રિય મૅનેજમૅન્ટ પદ્ધતિ શીખવતું પુસ્તક ‘ધ વન મિનિટ મૅનેજર’ છે. ડૉ. જૉહ્નસનનો પરિચય આપતાં કહેવામાં આવે છે કે, તેઓ જટિલ વિષયો હાથમાં લે છે અને તેના અત્યંત સરળ અને વ્યવહારુ ઉકેલ આપે છે. તેમણે બી.એ.સાયકૉલૉજીનો અભ્યાસ યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયા, એમ.ડી.ની ડિગ્રી રૉયલ કૉલેજ ઑફ સર્જન્સમાંથી અને મેડિકલ ક્લર્કશિપ્સ માયો ક્લિનિક તેમ જ હાર્વર્ડમેડિકલ સ્કૂલમાંથી મેળવી હતી. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ખાતે લીડરશિપ ફૅલો તરીકે પણ સેવા આપી હતી. એસોસિયેટેડ પ્રેસ, બીબીસી, સીએનએન, ફોર્ચ્યુનમૅગેઝિન, ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ, ટુડે શૉ, ટાઇમ મૅગેઝિન, યુ.એસ.એ. ટુડે તેમ જ યુનાઇટેડ પ્રેસ સહિત અનેક માધ્યમોએ તેમની કામગીરીની નોંધ લીધી છે. વ્યક્તિઓ અનેસંસ્થાઓને પરિવર્તન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરનાર કંપની સ્પેન્સર જૉહ્નસન પાર્ટનર્સના તેઓ ચૅરમૅન છે. હૂ મૂવ્ડ માય ચીઝ ? પુસ્તક માટે તેમને 2004નો ટેલિઍવૉર્ડ પણ મળ્યો હતો. સ્પેન્સર જૉહ્નસનનાં પુસ્તકોની વિશ્વમાં 42 કરતાં વધુ ભાષાઓમાં ચાર કરોડ કરતાં વધુ નકલો વેચાઈ ચૂકી છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%