₹130.00
MRPPrint Length
96 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2023
ISBN
9789395556675
મારી લાંબી જીવનસફરમાં હું સમજણો થયો ત્યારથી તે આજ લગી કોણ જાણે કેટલાયને મળ્યો હોઈશ! સહપ્રવાસી પેઠે કેટલાયે શરૂથી મારી સંગાથે મુસાફરીએ છે. કેટલાકસમયાંતરે મને છોડીને અળગા થઈને પોતાની મસ્ત જિંદગી જીવતાં હશે કે રગશિયા ગાડા પેઠે ભાર વેંઢારીને બાપડા બની જીવતાં હશે. આ બધાંએ મને ઘણું ઘણુંશીખવાડ્યું છે. એવાઓની સાથે મારા વ્યવહારમાં મેં કાયમ નરી નિખાલસતા કે પૂરેપૂરા કપટથી કદાચ વ્યવહાર નહીં કર્યા હોય! અને વળી મેં મારા સહપ્રવાસીઓ સાથેઅણિશુદ્ધ વર્તનો કર્યાં જ હશે તેમ પણ હું ખાતરીથી કહી શકવાની સ્થિતિએ ક્યાં છું? જોકે, હાલ હું દુઃખી પણ નથી અને વળી સંપૂર્ણ સુખી પણ નથી. મને લાગે છે કે મારેએક વ્યક્તિને મળવાની ખાસ જરૂર હતી અને છે, જે શરૂથી જ મારી સાથે પડછાયાની પેઠે મુસાફરીમાં રહેલો છે. આ એક એવી પ્રતિભા છે જે મને બરાબર ઓળખે છે. હુંકદાચ એમ પણ કહી શકું કે આ મહાનુભાવથી હું અંજાયેલો છું અને વળી એનાથી ઘણી વખત ડરું પણ છું. આ એક એવી વ્યક્તિ છે કે જે મને ધારે ત્યારે કપડાં વગરનોકરીને મારી ગંદકીને બહાર કાઢી મારી રેવડી દાણાદાર કરી-કરાવી શકે છે. મારે એને મળવાની જરૂર હતી કે નહીં? તેવા વિચારો પણ મને ઘણીવાર આવેલા છે.
0
out of 5