₹170.00
MRPPrint Length
148 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2024
ISBN
9789361977794
નરી આંખે ન દેખાતા પણ સમાજને ઊધઈની જેમ ફોલી ખાતા અપરાધના વાઇરસને ડામતા અને અપરાધીને ઝબ્બે કરતા ઇન્સ્પેક્ટર કરણ બક્ષીની કથાઓ એટલે આપુસ્તક `21 Case ફાઈલ્સ’. ચાલાક ગુનેગારની ચાર આંખ હોય છે, પણ કરણ બક્ષીની આઠ આંખ છે. એ ઝાઝી હીરોગીરી કર્યા વિના સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અનેતર્કશક્તિને આધારે ઇન્વેસ્ટિગેશન કરે છે. એ કઈ રીતે ગુનેગાર સુધી પહોંચે છે તેની રોમાંચક કથાઓનું આલેખન એટલે આ પુસ્તક. એક રીતે જૂઓ તો શરીરને ફોલીખાતા વાઇરસની સામે કરણ બક્ષી વૅક્સિનની જેમ કામ કરે છે.
નંદરાય નથવાણીને ઘરે થયેલી ચોરી, સુરીલી સરવૈયાની હત્યા, મુખ્યમંત્રી દેવદત્ત દેસાઈના બંગલામાંથી ચોરાયેલા દસ્તાવેજો, મિસરી મર્ડર કેસ, વીરચંદ વિરાણી હત્યા કેસ, મનસુખલાલ મર્ડર કેસ, કંદરાનું અપહરણ, પલ્લવીની આત્મહત્યા, સખી મહિલા મંડળમાં થયેલી ચોરી, વૈજ્ઞાનિક સત્યમ સારાભાઈની કરપીણ હત્યા હોય કે કિટીપાર્ટીમાંથયેલી હીરાની ચોરી હોય…. દરેક કેસમાં કરણ બક્ષી ગુનાનું પગેરું પકડીને ગુનેગાર સુધી કઈ રીતે પહોંચે છે એ વાંચીને તમારા હોશ ઊડી જશે.
રહસ્યકથાનું `રહસ્ય’ કથામાં જ વણી લેવાયું છે. કથાઓની ગૂંથણી એ રીતે કરાઈ છે કે વાચક પણ કરણ બક્ષીની જેમ ભેજું કસીને અપરાધી સુધી પહોંચી શકે છે. અપરાધીને પકડવાની તક તમને પણ છે. તો છો ને તૈયાર ? અપરાધીને ઝડપવા…
0
out of 5