₹145.00
MRPPrint Length
96 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2022
ISBN
9788119644841
એક પગલું સાધના તરફ... *** સુંદર વૃક્ષાચ્છાદિત રસ્તા પર સમતોલ ગતિથી આગળ જઈ રહેલી હું કોઈ એક ક્ષણે પાછળ વળીને જોઉં છું અને પેલી લીલીછમઓઢણીવાળી રૂમ નંબર નવની સાધિકા દેખાય છે. એ હજુ ત્યાં જ ઊભી છે ફૂલથી લચી પડેલા ગુલમહોરની નીચે! એની ફરતે પતંગિયાંની ટોળી હજુયે પ્રદક્ષિણા કરી રહીછે. પેલું બુલબુલ હજુયે ‘એય... પારુ' ‘એય... પારુ’ કહીને ટહુકા કરી રહ્યું છે. ઘાસ મઢેલી ટેકરીઓ પર ગોવાળ હજુયે ગુલાબી છાંટણાવાળાં ઘેટાં ચરાવી રહ્યો છે, ગાયનાગળે બાંધેલી ઘૂઘરીઓ હજુયે રણકી રહી છે. સાધિકા આ સમગ્ર દૃશ્યનો એક ભાગ હોવા છતાં સાવ અલિપ્ત થઈને ઊભી છે. એ સ્થિર હોવા છતાંય ગતિમાન છે, એ જાતસાથે હોવા છતાં જાતથી અળગી છે એ મારાથી માત્ર એક જ ડગલું દૂર છે. હું એના તરફ જવા માટે પહેલું પગલું જમીન પર મૂકું છું એ સાથે જ રૂમ નંબર નવની સાધિકા બેહાથ ફેલાવીને મારામાં સમાઈ જાય છે અને હું લીલીછમ ઓઢણીવાળી ધમ્મસાધિકા બની જાઉં છું. – પારુલ ખખ્ખર
0
out of 5