₹120.00
MRPPrint Length
108 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2024
ISBN
9789361979958
પ્રસન્નતાનું વાતાવરણ સર્જતું એક નવું જ પુરાણ – વિવાહપુરાણ યુવક હોય કે યુવતી – જ્યારે એ પોતાના જીવનસાથીના વિચારોની રંગીન મેઘધનુષીઋતુમાં પ્રવેશે છે ત્યારે એના યુવાદિલમાં અરમાનોનું અત્તર મહેકતું હોય છે, ત્યારે એના દિમાગમાં વિચારોની ગુલાબી વનરાજી ખીલવા માંડે છે અને ત્યારે એના સમગ્ર અસ્તિત્વના બત્રીસે કોઠા કેટકેટલી તમન્નાઓનાં તોરણોથી સજી રહ્યા હોય છે એનો કોઈ સામૂહિક નહીં, પણ વ્યક્તિગત જવાબ મેળવવો હોય તો તમારા હાથમાં જે પુસ્તક છે એ તમારે આવતીકાલથી નહીં, આજથી જ વાંચવાનું શરૂ કરી દેવું જોઈએ! આજથી જ એટલા માટે કે આ હાસ્યકથા તમારી આવતીકાલને Positive Turn આપશે! આ હાસ્યકથામાં આવતાં પાત્રોમાં તમને તમારું પોતાનું કે આજુબાજુના કોઈક સ્વજનનું વૈચારિક અને મનોવૈજ્ઞાનિક પ્રતિબિંબ જોવા-અનુભવવા મળશે એ તમને ચોક્કસ મરક મરક હસતા કરી દેશે! હોઠ સુધી આવેલો કોળિયો કોઈ એકાદ ક્ષણના હાથે ઝૂંટવાઈ જાય તો ગમ નહીં, જીવનની સંગીતસરગમ ગુંજતી જ રહેવાની – હા, એટલું ચોક્કસ કે જે કોળિયો ઝૂંટવાઈ ગયો એની જગાએ, એના કરતાંય વધુ શ્રેષ્ઠ કોળિયો આવવાનો જ છે!
0
out of 5