₹245.00
MRPPrint Length
180 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2024
ISBN
9789361975851
દરેક માણસ પોતાની સાથે વાતો કરતો હોય છે. જાત સાથેનો સંવાદ જેટલો સમૃદ્ધ અને સક્ષમ હોય એટલી જિંદગી બહેતર બને છે. માણસ જ્યારે પોતાની નજીક જાય છેત્યારે જ તેને જિંદગી સમજાય છે. આપણે બહારની વધુ ચિંતા કરીએ છીએ અને અંદર જોવાની તસદી જ નથી લેતાં! આપણાં સુખ, દુ:ખ, પીડા, વેદના, વ્યથા, આનંદ, ખુશીસહિત તમામ સંવેદના માટે છેલ્લે તો આપણે જ જવાબજદાર હોઈએ છીએ. માણસ ક્યારેય બહારનાં તત્ત્વોને પોતાના કાબૂમાં કરી શકવાનો નથી. માણસ ધારે તો પોતાનેચોક્કસ કાબૂમાં કરી શકે છે. પોતાને કાબૂમાં કરવાની પ્રક્રિયા એક રીતે જોવા જઈએ તો પોતાને મુક્ત કરવાની જ એક રીત છે. જે પોતે મુક્ત છે, એ જ ખરા અર્થમાં આઝાદઅને સ્વતંત્ર હોય છે. આ પુસ્તકમાં પોતાને જાણવાની, માણવાની, ઓળખવાની અને સરવાળે જિંદગી જીવવાની વાત છે. દુનિયામાં અત્યારે સૌથી મોટી સમસ્યા રિલેશનશિપક્રાઇસિસની છે. દરેક લોકોને સંબંધોના સવાલો સતાવી રહ્યા છે. ચિંતનની પળે કૉલમના ચુનંદા લેખોના આ પુસ્તકમાં સંબંધોના આવા કેટલાક સવાલોના જવાબો આપવાનોપ્રયાસ થયો છે.
0
out of 5