₹244.00
MRPLanguage
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
ISBN
9789361972348
‘વિસ્મય’ શ્રેણીનાં આ પુસ્તકોની ફક્ત અનુક્રમણિકા જોવાથી પણ એ ખ્યાલ આવી શકશે કે આ શ્રેણી અંતર્ગત અનેકવિધ વિષયો પર લખાયું છે. તેમાં નહેરુ-એડવિનાનાચર્ચાસ્પદ સંબંધોય સ્થાન પામ્યા છે. તાત્યા ટોપેની વિશિષ્ટ યુદ્ધકળા પણ છે અને રેમ્બ્રાઁનાં ચિત્રોની ચોરીનું રહસ્ય પણ છે. દુશ્મનની સીમારેખામાં ભૂલથી જઈ ચડેલાગુજરાતી મેજર નીતિન મહેતાની પરાક્રમકથાથી માંડીને દિવના દરિયે લડાયેલી અભૂતપૂર્વ લડાઈ સુધીની કથાઓ સમાવતી આ શ્રેણીના બહુરંગી વિષય-વૈવિધ્યને જોડતી એકજ કડી છે : વિસ્મય.
લેખના અંતે ઇતિહાસે છોડી દીધેલા ‘જો અને તો’ની વચ્ચે ભાવકની સાથે લેખક તરીકે હું (ધૈવત ત્રિવેદી) પણ સાક્ષીભાવે ઊભો છું. ક્યાંય કોઈનો ન્યાય તોળવાની ચેષ્ટાકર્યા વગર લેખક તરીકે મેં તથ્યોના ઉજાસમાં વાચકની સમક્ષ ઘટનાને યતાતથ ખોલી આપવાનો પ્રયાસ કર્યો છે.
0
out of 5