₹195.00
MRPPrint Length
176 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2018
ISBN
9789351227748
દુનિયાના અન્ય દેશોની જેમ ભારતના પણ હજારો લોકો માટે અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ જ છે – એક એવું સ્થળ જ્યાં ભરપૂર સમૃદ્ધિ અને પરમ સુખની અપાર તકો છે.
એક વાર અમેરિકા પહોંચ્યા પછી આ ‘ડૉલર-ઘેલા’ લોકોને સમજાય છે કે આ ‘સ્વર્ગભૂમિ’ તેમની કલ્પનાથી તદ્દન જુદી જ છે! સમૃદ્ધિયાત્રાનો માર્ગ એકલતા અને વિમુખતાનાંઊંડાં દુઃખોની ઈંટોથી બન્યો છે.
અમેરિકાની યાત્રા માટે લાગણીની મોટી કિંમત ચૂકવવી પડે છે. પ્રિયજનોનો વિરહ સહેવાનો છે; મિત્રો અજાણ્યા બની જાય છે. પાછળ। રહી ગયેલા મધ્યમવર્ગીયકુટુંબીજનોના સંબંધોમાં પણ નાની-મોટી તિરાડો પાડવાની તાકાત આ ડૉલર-મોહમાં છે. જે કૌટુમ્બિક સંબંધો વર્ષોથી ભાવભીના અને ઘનિષ્ઠ રહ્યા હોય, વ્યક્તિગત આર્થિકસ્થિતિની પરવા વિના જ સહુ એકમેકના ટેકારૂપ બનતાં હોય તેવા સંબંધો પણ હવે એક નવા પડકારનો સામનો કરે છે.
ભારતમાં સાસુ-વહુના કડવા સંબંધો અંગે નવાઈ નથી. ઘણી વખત પુત્રવધૂ આવા અનુભવોથી માનસિક હતાશાનો ભોગ બનતી પણ હોય છે. આવા સંબંધોમાંથી પણઅમેરિકામાં મુક્તિ મળી જાય છે અને આપણી સ્ત્રીઓને તે વિચાર જ ત્યાં વસી પડવા માટે પ્રેરે છે, એ વાત પણ વિચારવા જેવી છે.
ડૉલરિયા ઝગમગાટથી ઝાંઝવાના જળ સુધીની આંખ ખોલતી કથા
0
out of 5