By ઓશો (Osho)
By ઓશો (Osho)
₹195.00
MRPLanguage
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
ISBN
9789390572588
આચાર્ય રજનીશ એક દિવ્ય-ભવ્ય ચમત્કાર છે. એમને સમજવા-વાંચવા-વિચારવા માટે એક જન્મ ઓછો પડે. અંતર્ચક્ષુ ખોલ્યાં વિના, આ જ્ઞાન-શ્રદ્ધાનો અખૂટ સાગરઓળંગી ન શકાય.
‘જીવનનો ઉત્સવ’ની અદ્ભુત કથાઓ માણતાં, નૂતન ઉન્મેષો-અર્થગ્રહણો ઉઘડતાં જાય છે. આત્માને ભીંજવી નાખતી આ કથાઓ જીવનના વિકટ પ્રશ્નોનો સહજ ઉકેલ બતાવેછે. ઈશ્વર, ધર્મ, અધ્યાત્મ, ગુરુ, કુદરત, સદાચરણ, સત્સંગ, પ્રાર્થના… આ શબ્દો જેમને સાંભળવા ગમતાં ન હોય તેમણે તો આ કથાઓ ખાસ માણવી જ રહી.
અહંકારના ભારથી મુક્ત બન્યા વિના સ્વયંનું પૂર્ણ પ્રગટીકરણ શક્ય નથી, એ આ કથાઓ સમજાવે છે. ખુદ સાથે જે પ્રામાણિક છે, સ્વાનુભૂતિનાં સહજ સાક્ષાત્કાર માટે જેતત્પર છે, જીવનની પૂર્ણ અભિવ્યક્તિ માટે જે તલસે છે, સમર્પણ માટે વિલીન થવા જે સદા આતુર છે તેને આ કથાઓ ખૂબ ગમશે.
જીવનને તેના પૂર્ણરૂપે માણવા દરેક ઉત્સવપ્રેમી વ્યક્તિએ આ પુસ્તક વાંચવું જ રહ્યું…
0
out of 5