ધ મેવરિક ઇફેક્ટ (The Maverick Effect)

By હરીશ મેહતા (Harish Mehta)

ધ મેવરિક ઇફેક્ટ (The Maverick Effect)

By હરીશ મેહતા (Harish Mehta)

390.00

MRP ₹409.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

544 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2024

ISBN

9789361972324

Description

કસ્ટમ ઑફિસરે મને કહ્યું કે હું જે એક્સપૉર્ટ કરી રહ્યો હતો તેના સૅમ્પલ આપવા જરૂરી છે. સૉફ્ટવૅરનું ‘સૅમ્પલ’ કેવી રીતે આપવું? મારે નાછૂટકે સૉફ્ટવૅર ડાઉનલોડ કરી અને એક ફ્લૉપી ડિસ્કમાં આપવું પડ્યું. એ ખંતીલા અધિકારીએ તરત જ ફ્લૉપી ડિસ્કને ચીવટપૂર્વક સ્ટેપલર પિન લગાવી ફૉર્મ સાથે જોડી દીધી! આવું કરવાથી ફ્લૉપીને નુકસાન થયું અને એ નકામી બની ગઈ. આપણા દેશમાં લાંબા સમય સુધી, સૉફ્ટવૅર શું છે તે અધિકારીઓ સમજી શક્યા નહી. આને કારણે વ્યવસાયનો વિકાસ અવરોધાતો રહ્યો. 1975માં અમેરિકન ડ્રીમ જીવી રહેલા આ યુવાને હજુ તો ત્રીસીની ઉંમરે પહોંચે તે પહેલાં ભારતનો રસ્તો પકડ્યો. આ સમયમાં ભારતમાં IT ઉદ્યોગ અંગેનો કોઈ વિચાર જ નહોતો. યુવાન હરીશ મહેતાએ જેમ જેમ કામ કરવાનું શરૂ કર્યું તેમ તેમ તેમને સમજાતું ગયું કે ભારતના પ્રારંભિક અને વિભાજિત IT અને સૉફ્ટવૅર ઉદ્યોગને સાંકળીને એક સૂરમાં લાવવાની તીવ્ર જરૂરિયાત છે. જવલ્લે જ બનતી ઘટના તરીકે તેમણે મક્કમ મનોબળવાળા યુવા વ્યવસાયિકોને એક છત્ર નીચે જોડ્યાં. આ મેવરિક ઍન્ટ્રેપ્રિન્યોર લોકોએ ભારતમાં IT ક્રાંતિ લાવનાર સંસ્થા NASSCOMની સ્થાપના કરી અને વિશ્વની અન્ય IT સંસ્થાઓ સાથે ભારતને સંમાતરે જોડી દીધું. આજે 20 લાખ કરોડનું મૂલ્ય ધરાવતો ભારતીય IT ઉદ્યોગ અંદાજે 53 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. ‘ધ મેવરિક ઇફૅક્ટ’ - આજના ભારતની ગૌરવભરી ઓળખ સમાન IT ક્રાંતિની મહાગાથા છે. આ એવા લોકોની વાતો છે, જેઓએ એક સપનું જોયું અને રાષ્ટ્રને નવા યુગમાં લઈ જવા માટે ભેગા થયા. વિશ્વ આજે ભારતને જે રીતે જુએ છે એ લેન્સ ગોઠવવાનું કામ આ લોકોએ કર્યું. હરીશ મહેતાની આ પ્રામાણિક, નિખાલસ અને પ્રેરણાદાયી યાત્રા એ વાતની સાબિતી છે કે જો સાચા મનથી કોઈ વિચાર કરવામાં આવે તો કોઈપણ સપનું સાકાર કરી શકાય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%