₹450.00
MRPGenre
Print Length
432 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2023
ISBN
9788119132591
સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે.
એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણા ભવિષ્યની કલ્પના છે.
એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે.
‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી છે. તેમાં એ ચર્ચા છે કે માણસ તેની ટૅક્નૉલૉજિકલ શક્તિનું શું કરશે? તે આ પૃથ્વી અને માનવતાનું જતન કેવી રીતે કરશે?
21મી સદીમાં મશીનો કામ કરશે તો માણસનું શું થશે?
આ પુસ્તક સ્વપ્નોની સાથે દુઃસ્વપ્નોની પણ વાત કરે છે.
‘હોમો ડેયસ’ તમને આ પાંચ નિષ્કર્ષથી ચોંકાવી દેશે :
* માણસે તેના ઇતિહાસમાં પહેલી વાર રોગચાળા પર, યુદ્ધો પર અને દુષ્કાળ પર કાબૂ મેળવ્યો છે.
* ટૅક્નૉલૉજીની મદદથી આપણે અનંતકાળ સુધી આનંદમાં રહેવાના અને લાંબી જિંદગી જીવવાના ઉપાયો શોધવાના છીએ.
* લાગણીઓ અને ઇચ્છાઓ બાયૉલૉજિકલ અલ્ગોરિધમ છે અને તેનું જાતે સર્જન કરી શકાય છે.
* રૉબૉટિક ટૅક્નૉલૉજીના કારણે માણસોનો એક મોટો વર્ગ બેરોજગાર થશે અને તે વર્ચ્યુઅલ દુનિયામાં સમય પસાર કરશે.
* માનવતાવાદનું સ્થાન ડેટાવાદ લેશે. મહાકાય કંપનીઓ પાસે આપણો બધો જ ડેટા હશે અને દુનિયા એ ડેટા પર ચાલશે.
બેસ્ટસેલર ‘સેપિયન્સ’ના લેખક યુવલ નોઆ હરારી, તેમના બીજા પુસ્તક ‘હોમો ડેયસ’માં, આગામી વર્ષોના માનવજીવનની એક એવી રસપ્રદ ભવિષ્યવાણી કરે છે, જેમાં માણસ શાશ્વત સુખ, શાશ્વત જીવન અને સાક્ષાત્ ભગવાન જેવી ક્ષમતા મેળવવા પ્રયાસ કરશે.
યુવલ નોઆ હરારી ઇઝરાયેલના ઇતિહાસકાર છે. તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં Ph.D. કર્યું છે અને વિશ્વ ઇતિહાસમાં વિશેષતા મેળવ્યા બાદ હવે જેરુસલેમની હિબ્રૂ યુનિવર્સિટીમાં ભણાવે છે. તેમનું સંશોધન વ્યાપક પ્રશ્નો પર કેન્દ્રિત છે, જેમ કે ઇતિહાસ અને બાયૉલૉજીને શું સંબંધ છે? શું ઇતિહાસમાં જસ્ટિસ છે? શું ઇતિહાસના ડેવલપમૅન્ટની સાથે લોકો સુખી થયા છે?હરારી દુનિયાભરમાં ધૂમ વેચાતાં અને વંચાતાં ત્રણ પુસ્તકોના લેખક છે: Sapiens : A Brief History of Humankind, Homo Deus : A Brief History of Tomorrow અને 21 Lessons for the 21st Century. હરારીના ઑનલાઇન કૉર્સ A Brief History of Humankindમાં 65,000 લોકોએ ભાગ લીધો છે. પ્રસ્તુત પુસ્તક `Sapiens' હિબ્રૂમાં 2011માં અને અંગ્રેજીમાં 2014માં પ્રકાશિત થયું હતું. તે પછી તેનો લગભગ 50 ભાષાઓમાં અનુવાદ થયો છે અને અત્યાર સુધીમાં તેની કરોડો નકલો વેચાઈ ચૂકી છે. માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સનાં દસ મનગમતાં પુસ્તકોમાં સેપિયન્સનો સમાવેશ થાય છે.
રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક ‘નયા પડકાર’માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી તેઓ ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિમાં જોડાયા હતા. ત્યાં 16 વર્ષ સુધી કામ કરીને તેઓ ઍડિટર બન્યા હતા. 2003માં, અમદાવાદથી શરૂ થયેલા ‘દિવ્ય ભાસ્કર’માં તેઓ ઍડિટર તરીકે જોડાયા હતા અને તે પછી વડોદરામાં પણ ‘દિવ્ય ભાસ્કર’ના ઍડિટર બન્યા હતા. 2007માં તેઓ ‘સંદેશ’ દૈનિકના ઍડિટર તરીકે નિમાયા હતા. તેમણે ત્રણ વર્ષ સુધી ‘દિવ્ય ભાસ્કર’ ડિજીટલના ઍડિટર તરીકે પણ કામ કર્યું હતું.તેમણે આ તમામ અખબારોમાં સાંપ્રત પ્રવાહો, સાહિત્ય, સિનેમા, કળા, વિજ્ઞાન અને ફિલૉસૉફી પર નિયમિત લખાણો લખ્યાં છે. ગુજરાતી બેસ્ટસેલર પુસ્તક ‘ઇકિગાઈ’ તેમનું બીજું પુસ્તક છે. અગાઉ, તેમણે ઇઝરાયેલના ઇતિહાસકાર યુવલ નોઆ હરારીના પ્રસિદ્ધ પુસ્તક ‘સેપિયન્સઃ માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
0
out of 5