$18.00

$18.90 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

True Story

Print Length

280 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2023

ISBN

9788119132201

Description

‘મહિલા’ – શબ્દ સાંભળીએ એટલે મનમાં સાહજિક રીતે એક ગૃહિણી અને નાજુક, સૌમ્ય સ્ત્રીની છબી ઊપસી આવે.
પણ ના, આ સત્યવાર્તાઓ એવાં મહિલાપાત્રોની નથી, પરંતુ આપણા ગુજરાતની ધરતી પરના સ્વર્ગ સમા, ગીર જંગલના સંરક્ષણ માટે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવતી મહિલાઓની છે.
ક્યારેક સૌમ્ય તો ક્યારેક રૌદ્ર, ક્યારેક દુર્ગા તો ક્યારે સરસ્વતી બનીને આ મહિલાઓ ગીરના જંગલની કાળજી લઈ રહી છે એ વાત તો આપણા જેવા નાગરિકોને ખ્યાલમાં જ નથી. જંગલના કાયદા, મૂલ્યવાન પ્રાણીસૃષ્ટિ અને જંગલના નૈસર્ગિક વારસાને નુકસાન પહોંચાડવાની મનોવૃત્તિ ધરાવતા લોકો સામે અડીખમ ઊભી રહીને વનવિભાગમાં સેવા આપનારી આ બાહોશ મહિલાઓના જીવનની માર્મિક સત્યકથાઓ તમને અચંબિત કરી દેશે.
મહિલા, સ્ત્રી, છોકરી કે નારીને એક નવી જ દૃષ્ટિથી જોવાનું શીખવાડતી અને તમે કદી ન સાંભળી હોય એવી આ કથાઓ ગીરની ધરતી અને વન્યસૃષ્ટિના અનુભવી લેખકો દ્વારા લખાયેલ છે.
આ છે પ્રાણીસૃષ્ટિ અને કુદરતી વારસાને હરાવવા માંગતા લોકોની સામે ત્રાડ નાંખતી ‘સાવજકન્યા’.

 

મોઈન પઠાણ એ વન્યજીવ અભ્યાસુ, પ્રશિક્ષક છે. નાનપણથી જ તેઓને વન્યજીવ પ્રત્યે એક અનન્ય લાગણી ધરાવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી તેઓએ ગીરના વન્યજીવોનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. મોઈન પઠાણ એ અલગ અલગ દેશોનો અને ત્યાંના રક્ષિત વિસ્તારનો પ્રવાસ અને અભ્યાસ કરી અલગ અલગ વન્યપ્રાણીની પ્રજાતિઓ વિશે જ્ઞાન મેળવ્યું છે. એશિયાઈ અને આફ્રિકન સિંહની પ્રજાતિ વિશેનો તફાવત સમજવા તેઓએ આફ્રિકાના ઘણાં વિસ્તારોનો પ્રવાસ કર્યો છે અને આ અભ્યાસ દ્વારા બધા અગત્યના અવલોકનો મેળવ્યા છે. આફ્રિકાના પ્રવાસ દરમ્યાન તેઓએ માનવ વન્યપ્રાણી સંઘર્ષ વિશે ઘણી માહિતી મેળવી છે. મોઈન પઠાણ, અમદાવાદ ખાતે પત્ની નુસરત અને બાળકો કબીર અને આદિલ સાથે રહે છે.

 

કુશળ વ્યવસ્થાપન અને વન્યજીવ સંરક્ષણમાં અભૂતપૂર્વ યોગદાન માટે ડૉ. સંદીપ કુમાર ગુજરાત વનવિભાગના એક જાણીતા અધિકારી છે. સાત વર્ષ  સુધી સાસણ, ગિર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે નાયબ વન સંરક્ષક (ભારતીય વન સેવા) તરીકે ફરજ બજાવી ચૂકેલા ડૉ. સંદીપ કુમાર, વર્તમાન સમયમાં ભાવનગર વનવિભાગ ખાતે નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભાવનગર એ એશિયાટિક લાયન લૅન્ડસ્કેપનો જ એક ભાગ છે. જેને સિંહોનો નવો આવાસ વિસ્તાર પણ કહેવામા આવે છે. ડૉ. સંદીપ કુમાર એ જિનેટિક્સના વિષયમાં Ph.D. કર્યું છે. એક વન્યજીવ રક્ષક હોવાની સાથે સાથે તેઓ વન્યજીવો પ્રત્યેના વિવિધ જાગૃતિ કાર્યક્રમો સાથે પણ જોડાયેલા છે. વન્યજીવોનું વ્યવસ્થાપન કરવાની સાથે સાથે કામગીરીના ભાગરૂપ તેમને વન્યજીવો અને એમાં પણ ખાસ કરીને સિંહનાં વિવિધ વર્તનો અને વર્તણૂકોનું અવલોકન કરવાની ઘણી તક મળી છે, જેના દ્વારા તેઓએ સામાન્ય લોકોને સિંહ અને તેની જીવનશૈલી, ગિર, ગિરના જૈવ વૈવિધ્ય વિષેની અતિસૂક્ષ્મ માહિતી પણ સરળ અને સહજ રીતે સમજાવી છે. ડૉ. કુમારે ઘણા બધાં સંશોધન પત્રો, લેખો અને પુસ્તકો લખ્યાં છે. આ સિવાય તેઓએ ગિરનો સિંહ, જ્વેલ્સ ઑફગિર અને શૂલપાણેશ્વર જેવાં ત્રણ પુસ્તકો પણ લખ્યા છે. ડૉ. સંદીપ કુમાર વર્તમાન સમયમાં ભાવનગર ખાતે પોતાનાં પત્ની રાજ સંદીપ અને બે બાળકો આહના અને અભિરાજ સાથે રહે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%