મેન'સ સર્ચ ફોર મીનિંગ (Man's Search For Meaning (Original Gujarati Edition))

By વિકટર ફ્રાન્કલ (Viktor Frankl)

મેન'સ સર્ચ ફોર મીનિંગ (Man's Search For Meaning (Original Gujarati Edition))

By વિકટર ફ્રાન્કલ (Viktor Frankl)

$10.00

$10.50 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Inspirational

Print Length

150 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2020

ISBN

9789390298662

Description

અસ્તિત્વને ટકાવવા માટેનું અદ્ભુત પરિબળ!
વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધારે ભયાનક અને બિહામણી હોય છે એનો સચોટ પુરાવો એટલે વિક્ટર ફ્રેન્કલની  વ્યથા-કથાજે પુસ્તકરૂપે તમારા હાથમાં છે!
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી કોન્સન્ટ્રેશન કૅમ્પમાં કેદી તરીકે રહેલા યહુદી મનોચિકિત્સક ડૉવિક્ટર ફ્રેન્કલે અમાનુષી અત્યાચારોની આગમાં શેકાઈને પણ પોતાના અસ્તિત્વને ટકાવીરાખવા માટેમાન્યામાં  આવે તેવી બહાદુરી દાખવીજે પ્રયત્નો કર્યા છે તેનો શબ્દશઃ ચિતાર  પુસ્તકમાં આપવામાં આવ્યો છે.

દરેક જીવ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કંઈક ને કંઈક કળપૂર્વક કે બળપૂર્વક પ્રયાસો કરતો  રહે છેપણ અહીં લેખકે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે positive પ્રયાસોકર્યા છે  કઈ આશાના તાંતણે બંધાઈને કર્યા છેઅથવા તો જીવતા રહેવા માટે જિંદગીના કયા હેતુએ એમને કાતીલ અત્યાચારોનો સામનો કરવા માટે `અંદરથી’ તૈયાર કર્યા છે? – એનોપ્રત્યક્ષ અને સંવેદનશીલ જવાબ તમને મળશેજે મારાતમારાસૌના માટે પ્રેરણાની પરબ બની રહેશે!

વિક્ટર ઇ. ફ્રેન્કલ યુનિવર્સિટી ઑફ વિયેના મેડિકલ સ્કૂલમાં ચેતાતંત્રના રોગો અને માનસિક બીમારીઓના વિષયોના પ્રાધ્યાપક હતા. તેઓ મનોવિજ્ઞાન અને ઉપચાર ક્ષેત્રમાં થર્ડ વિયેનિઝ સ્કૂલ ઑફ સાઇકૉથૅરાપી (મનોપચારની વિદ્યાશાખા)ના સ્થાપક તરીકે ખ્યાતિ પામ્યા હતા. (આ વિદ્યાશાખા ફ્રોઇડના મનોવિશ્લેષણ અને એડલરની વ્યક્તિના મનોવિજ્ઞાન પછીના સ્થાને આવે છે.) તેમનાં લખાણો ‘રોઇડ-એડલર અને યુંગના સમય પછી માનસિક બીમારીના ઉપચારના ક્ષેત્રમાં સૌથી મહત્ત્વનું પ્રદાન’ ગણવામાં આવે છે.તેમણે યુનિવર્સિટી ઑફ વિયેનામાં ડૉક્ટર ઑફ મેડિસિન ઍન્ડ ડૉક્ટર ઑફ ફિલૉસૉફીની ડિગ્રીઓ મેળવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમને ઓશવિત્ઝ ડકાઉ અને અન્ય કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા.1924માં ડૉ. ફ્રેન્કલે ‘ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ સાઇકૉલૉજી’માં તેમણે પહેલો અભ્યાસલેખ લખ્યો. તે પછી તેમણે ત્રીસ પુસ્તકો લખ્યાં છે. આ પુસ્તકો જાપાનીઝ અને ચાઇનીઝ સહિતની વિશ્વની ત્રેવીસ ભાષાઓમાં અનુવાદિત થયા છે. તેઓ હાર્વર્ડ ખાતે મુલાકાતી અધ્યાપક હતા. એ ઉપરાંત પિટર્સબર્ગ, સાનડિએગો અને ડલાસની યુનિવર્સિટીઓમાં પણ તેમણે મુલાકાતી અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. ઓગણત્રીસ યુનિવર્સિટીઓએ તેમને Doctoralની માનદ્ ડિગ્રીઓ એનાયત કરી હતી. સમગ્ર વિશ્વના દેશોમાં તેમણે અતિથિ વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી હતી. 1997માં તેમનું અવસાન થયું હતું.આજે વિશ્વના પાંચે ખંડોમાં ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ લોગોથૅરપી કાર્યરત છે.વિક્ટર ફ્રેન્કલ અને લોગોથૅરપી વિશે વધુ માહિતી માટે વિક્ટર ફ્રેન્કલ ઇન્સ્ટિટ્યૂટ, વિયેનાની વેબસાઇટ www.viktorfrankl.orgમાંથી મેળવી શકાશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%