$27.60
Genre
Print Length
499 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2021
ISBN
9789351228721
1,00,000 વર્ષ પહેલાં પૃથ્વી પર અલગ-અલગ છ માનવ પ્રજાતિઓ રહેતી હતી….અને આજે માત્ર એક જ પ્રજાતિ રહી છે… અને તે છે. હોમો સેપિયન્સ એટલે કે ‘આપણે’.
જો તમે માનતા હો કે સ્કૂલ, કૉલેજ કે પૌરાણિક વાર્તાઓમાંથી તમે જે શીખ્યા છો તે જ સાચું છે, તો તમે એક મોટા ભ્રમમાં છો!
આ Global Bestseller પુસ્તક તમારી આંખો ખોલશે અને તમને શીખવશે કે… કેવી રીતે આપણે સાધારણ વાંદરાઓમાંથી પૃથ્વીના શાસક બની ગયા? પૃથ્વી ઉપર વર્ચસ્વની લડાઈમાંઆપણે કેવી રીતે સફળ થયા? ખોરાક શોધવા માટે ભટકતા આપણા પૂર્વજો, નગરો અને રાજવંશોનું નિર્માણ કરવા માટે કેમ ભેગા થયા? આપણે ઈશ્વર, રાષ્ટ્ર અને માનવ અધિકારોમાં વિશ્વાસકરવાનું કેવી રીતે શરૂ કર્યું? કેવી રીતે આપણે નિયમો, મૂલ્યો અને આદર્શોની રચના કરીને લોકોનાં મનનું પ્રોગ્રામિંગ કર્યું? આવનારાં હજારો વર્ષોમાં આપણી દુનિયા કેવી હશે?
આ માહિતીપ્રદ Global Bestseller પુસ્તક તમારી સદીઓ જૂની માન્યતાઓ અને વિચારો સામે પ્રશ્નાર્થ ઊભા કરી તમારા વિચારો, કર્મો અને શક્તિઓનો તમારા ઊજળા ભવિષ્ય માટે કેવીરીતે ઉપયોગ કરી શકાય તેની સાચી દિશા પૂરી પાડશે.
યુવલ નોઆ હરારી ઇઝરાયેલના ઇતિહાસકાર છે. તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં Ph.D. કર્યું છે અને વિશ્વ ઇતિહાસમાં વિશેષતા મેળવ્યા બાદ હવે જેરુસલેમની હિબ્રૂ યુનિવર્સિટીમાં ભણાવે છે. તેમનું સંશોધન વ્યાપક પ્રશ્નો પર કેન્દ્રિત છે, જેમ કે ઇતિહાસ અને બાયૉલૉજીને શું સંબંધ છે? શું ઇતિહાસમાં જસ્ટિસ છે? શું ઇતિહાસના ડેવલપમૅન્ટની સાથે લોકો સુખી થયા છે?હરારી દુનિયાભરમાં ધૂમ વેચાતાં અને વંચાતાં ત્રણ પુસ્તકોના લેખક છે: Sapiens : A Brief History of Humankind, Homo Deus : A Brief History of Tomorrow અને 21 Lessons for the 21st Century. હરારીના ઑનલાઇન કૉર્સ A Brief History of Humankindમાં 65,000 લોકોએ ભાગ લીધો છે. પ્રસ્તુત પુસ્તક `Sapiens' હિબ્રૂમાં 2011માં અને અંગ્રેજીમાં 2014માં પ્રકાશિત થયું હતું. તે પછી તેનો લગભગ 50 ભાષાઓમાં અનુવાદ થયો છે અને અત્યાર સુધીમાં તેની કરોડો નકલો વેચાઈ ચૂકી છે. માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સનાં દસ મનગમતાં પુસ્તકોમાં સેપિયન્સનો સમાવેશ થાય છે.
0
out of 5