₹110.00
MRPGenre
Print Length
192 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184617702
Weight
200 Gram
મહાભારત ચરિત્રવિમર્શ 'રામાયણ' અને 'મહાભારત' ભારતીય જનસમાજમાં વ્યાપક રીતે છવાયેલા મહાગ્રંથો છે. આપના સૌના મનમાં આ બનેનું અનન્ય સમાદરભર્યું સ્થાન છે. દરેક ભારતીય પોતાના બાળપણથી જ રામ,કૃષ્ણ, લક્ષ્મણ, હનુમાન, ભીમ, અર્જુનના પાત્રોની સાથે એક આગવું પોતીકાપણું અનુભવે છે. મહાભારત સાથે મારોય વ્યક્તિગત અનુબંધ કંઈક આ રીતે જ પ્રારંભાયાનું સ્મરણ થાય છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી વખતે કોઈ ખાસ સંદર્ભે મારા મામાના પુત્ર અશોકભાઈ એ સસ્તા સાહિત્ય દ્ધારા પ્રકાશિત એવું એમનું પ્રિય પુસ્તક 'બાળ મહાભારત' મારા હાથ માં મુકેલું ને એ વાંચતાવેંતમાં મારા બાળમાનમાં સૌપ્રથમ વસી ગયો અર્જુનનો ઓજસ્વી - તેજસ્વી પ્રભાવ. આગળ ડાબું ચરણને પછી જમણું ચરણ ધરતી પર કસકસવીને પ્રત્યંચાનો ટંકાર કરતા અર્જુન પર એ ક્ષણે ઓળઘોળ થઇ જવાયાનું આજેય યાદ છે.
0
out of 5