450.00

MRP ₹495 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

652 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2011

ISBN

9788184615739

Weight

850 Gram

Description

મુનશી આપણા તેજસ્વી સાહિત્યકાર : ઈ. સ. 1887 ની 30મી ડીસેમ્બર એમનો જન્મદિવસ. પિતા માણેકલાલ, માતા તાપીબાઈ છ બહેનો પછી જન્મેલા મુનશીનું પ્રારંભિક ત્રણ ધોરણ સુધીનું શિક્ષણ સુરતમાં મેટ્રિક સુધીનું શિક્ષણ ભરૂચમાં ઉચ્ચ શિક્ષણ વડોદરા કોલેજમાં ઈતિહાસ અને તત્વજ્ઞાન એમના રસના વિષયો એલ એલ બી. કરી વકીલાત શરૂ કરેલી. મુનશીના વ્યક્તિત્વનાં ધારાશાસ્ત્રી વહીવટદાર, હૈદરાબાદ રાજ્યના એજન્ટ જનરલ, અન્ન્મંત્રી, રાજ્યપાલ, કુલપતિ, દેશભક્ત, મુત્સદ્દી, વિશ્વવિદ્યાલય સમી સંસ્થા ભારતીય વિદ્યાભવનના સ્થાપક, સંસ્કારપુરુષ - એવાં વિવિધ પાસાં ઉજ્જવળરૂપે પ્રગટ થયાં છે. તે જ રીતે એમનામાંના સાહિત્યપુરુષનાં વિવિધ રૂપો પણ તેજસ્વિતાથી અંકિત થયા છે. એમનું સખત પરિશ્રમ અને પુરુષાર્થભર્યું જીવન એમને અનેક સિદ્ધિઓ તરફ દોરી જાય છે. એમની બુદ્ધિની તીક્ષણતા અને એમના હૃદયની સુકુમારતા આપણને પ્રભાવિત કરે છે અને નવલકથા-નાટક જેવી કૃતિઓમાં પ્રગટ થતી એમની સર્જકતા આપણને આંજી દે છે. એમના વ્યક્તિત્વના વિવિધ નયનાકશર્ક રંગો આપણને પુલકિત કરે છે અને એની પાછળ પ્રકાશી રહેલો ભારતીય સંસ્કારોનો - ભારતીયતાનો ઉજ્જવલ ધવલ રંગ આપણને પ્રસન્ન કરે છે. લાગે છે કે મુનશીને એ મૂળ શ્વેત રંગ પ્રત્યે સાચો પ્રેમ છે. મુનશીએ એમની કૃતિઓમાં વ્યક્તિસ્વાતંત્રનું ગૌરવ કર્યું છે. રાષ્ટ્રની અખંડતતા - એકતાનો - સમન્વય પ્રબોધ કર્યો છે અને માનવી અને માનવતાનો મહિમા કર્યો છે. ભાવનાત્મક અપૂર્વાતાના અને માંત્વકાંક્ષાથી ઉભરાતા અ સર્જક, જીવનનાં પાછલા વર્ષોમાં કૃષ્ણ તરફ વળ્યા એ ધર્મ- સંસ્કાર-સંસ્કૃતિના એમના મૂળ રંગ સાથે સમુચિત છે. ગુજરાતી ભાષા મુનશીની કલામે વધુ સુંદર બની અને એમના એકતાના દર્શનથી ગુજરાતી સાહિત્ય પુષ્ટ થયું.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%